4 ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ટેસ્ટ શ્રેણી પ્રારંભ થાય તે પૂર્વે જ ઇંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડયો છે.
ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોકે અચાનક જ ક્રિકેટમાંથી અનિશ્ચિતકાળ માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. આમ હવે બેન સ્ટોક ભારત સામેની ટેસ્ટ સિરીઝ પણ નહીં રમશે તેમણે ક્રિકેટમાંથી અચાનક બ્રેક લેવાની જાહેરાત કરતાં ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્યાપી છે. આઇસીસીએ આ અંગે બેન સ્ટોકના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.