જામનગરમાં મીગ કોલોની પાસેથી બાઈક પર પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના મીગ કોલોની વિસ્તારમાંથી જીજે-10-સીએસ-8188 નંબરના એકટીવા પર પસાર થતા શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા સંજય હરજી ચૌહાણ નામના શખ્સના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે બાઈક અને દારૂ સહિત રૂા.21000 નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સની અટકાયત કરી હતી.