દિલ્હીથી અમદાવાદ સુધીની સફર 3.5 કલાકમાં પૂરી થઇ શકશે. તેના માટે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. કહેવાય છે કે હાઇ સ્પીડ રેલવે કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકની 350 કિલોમીટર હશે. જ્યારે સરેરાશ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક હશે.
આ પ્રોજેક્ટને લઇ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારના રોજ ગુરૂગ્રામમાં પયાંવરણ અને સામાજિક પરામશં બેઠક આયોજીત કરી. તેમાં કહ્યું કે દિલ્ટો અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કો રિડોરનો ડીપીઆર તૈયાર થઇ રહ્યો છે. 886 કિમી થશે કોરિડોરની લંબાઇ કહેવાય છે કે કોરિડોર બન્યા બાદ દિલ્હીથી અમદાવાદની મુસાકરી માત્ર 3.5 કલાકમાં પૂરી થઇ શકશે. આ કોરિડોરની લંબાઇ 886 કિલોમીટર છે. તેમાં દિલ્હૌથી લઇ અમદાવાદ સુધી 14 સ્ટેશન બનાવાશે. હરિયાણામાં આ કોરિડોરની લંબાઇ 78.22 કિલોમીટરની નજીક છે.
આપને જણાવી દઇએ કે હાઇ સ્પીડ રેલ કોરિડોર દિલ્હીના દ્વારકાથી શરૂ થશે. આ ગુરૂગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વેની સાથો સાથ પ્રસ્તાવિત છે. ગુરૂગ્રામથી આગળ આ હાઇસ્પીડ રેલ કોરિડોર ગુરૂગ્રામ-જયપુર રેલ લાઇનની સાથે રેવાડી અને ત્યારબાદ 1548ની સમાંતર અમદાવાદ પહોંચશે.
માત્ર સાડા ત્રણ કલાકમાં દિલ્હીથી અમદાવાદ !
તૈયાર થઇ રહ્યો છે હાઇસ્પીડ રેલવે કોરિડોર ડ્રાફટ : ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિલોમીટર હશે