Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમૃતક બાળકીઓના ઘર પાસેથી કાળોતરો સાપ મળી આવ્યો

મૃતક બાળકીઓના ઘર પાસેથી કાળોતરો સાપ મળી આવ્યો

બે દિવસ પૂર્વે સાપ કરડવાથી બે માસુમ બહેનોના મોત નિપજ્યા: ગામમાં શોકનું મોજું

સલાયામાં જુની પોલીસ ચોકી પાસે રહેતા સાજીદ અબ્દુલ સતાર મૌલવીની બે માસમુ પુત્રી શબીહા (ઉ.વ.14) અને ઈન્સા (ઉ.વ.9) ને સાપ એ ડંખ દેતા કરુણ મૃત્યુ નિપજયા હતાં. ત્યારબાદ આ સાપ ગઈ રાત્રે ફરી તેમના ઘર પાસે રાત્રિના 12:30 કલાકે દેખા દેતા ગુસ્સામાં આવેલા ગ્રામજનોએ સાપને મારી નાખ્યો હતો. સાપ ‘કરેત’ તરીકે ઓળખાતી જાતિનો છે. જેને ‘સાયલન્ટ કિલર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ડંખ તદન સુઈ જેવો હોય ડંખની જગ્યા દેખાતી નથી. આ સાપ મોટા ભાગે પગમાં અથવા પેટમાં અથવા માથાના ભાગે અને રાત્રિના ભાગે જ ડંખ મારે છે. આ સાપ ડંખ મારે ત્યારે ભોગ બનનારની નીંદર પણ ઉડતી નથી અને મૃત્યુ પામે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular