Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પાંચ જૂગારદરોડામાં 14 મહિલા સહિત 38 શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં પાંચ જૂગારદરોડામાં 14 મહિલા સહિત 38 શખ્સો ઝડપાયા

ગોકુલનગરમાંથી તીનપતિ રમતા 12 શખ્સો ઝબ્બે : ફુલચંદ તંબોલી ભવન આવાસમાંથી જૂગાર રમતા સાત મહિલા સહિત 10 શખ્સ ઝડપાયા: વૃંદાવન પાર્કમાંથી સાત મહિલા સહિત આઠ શખ્સો ઝબ્બે: ઈન્દીરા કોલોનીમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સ ઝડપાયા: પાણાખાણમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા 12 શખ્સોને રૂા.12,100 ની રોકડ રકમ સાથે અને ફુલચંદ તંબોલી ભવન આવાસના બી વિંગમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત મહિલા સહિત 10 શખ્સોને રૂા.11,210 ની રોકડ રકમ સાથે તથા શહેરના વૃંદાવન પાર્ક વિસ્તારમાંથી સાત મહિલા સહિત 8 શખ્સોને રૂા.11070 ની રોકડ રકમ સાથે તેમજ ઈન્દીરા કોલોની વિસ્તારમાં ખેતીવાડી સામે જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10400 ની રોકડ રકમ સાથે ઉપરાંત ગોકુલનગર પાણાખાણમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10550 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા વિમલકુમાર તિલકસિંગ કુસ્વાહ, ટપુ હિરા તલપરા, સુબોધકુમાર ચીરોજીલાલ કસ્બા, સત્યપ્રકાશ શ્રીરામાવતાર કુસ્વાહ, વિનોદ મૈનેરામ કુસ્વાહ, પ્રમોદકુમાર રામસેવક કુસ્વાહ, વિવેકકુમાર માનસીંગ કુસ્વાહ, ઓમનારાયણ સેવારામ કુસ્વાહ, ભુરેસીંગ જગદીશસીંગ કુસ્વાહ, મુકેશ લક્ષ્મણ કુસ્વાહ, પ્રમોદ રાજરામ કુસ્વાહ, અજયકુમાર ક્રિષ્નમુરારી નાઇ નામના 12 શખ્સોને રૂા.12,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે શહેરના ફુલચંદ તંબોલી ભવન આવાસ બી વીંગના પાર્કીંગમાંથી તીનપતિનો જૂગાર રમતા રઘુવીરસિંહ નટુભા જાડેજા, ભરત ગોવીંદ રાઠોડ, મનસુખ પ્રધાન મંગે અને સાત મહિલાઓ સહિત કુલ 10 શખ્સોને રૂા.11,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના વૃંદાવન પાર્ક શેરી નં.4 માંથી તીનપતિ રમતા રવિ યોગેશ બોરીચા અને સાત બહેનો સહિત કુલ આઠ શખ્સોને રૂા.11070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામનગરના ખેતીવાડી સામે ઈન્દીરા કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતિ રમતા ગીરધર રાણા ઢચા, વશરામ પાલા મકવાણા અને કિશન પાલજી મકવાણા નામના ત્રણ શખસોને રૂા.10400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તથા શહેરના ગોકુલનગર પાણાખાણ શેરી નં.4 ના છેડે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મનજી કુવરજી ગોઠી, રણજીતસિંહ પ્રભાતસિંહ ચુડાસમા, અજીત વસરામ ઠાકોર, નીતેષ કરશન રાઠોડ અને મેહુલ ધીરૂ ચૌહાણ નામના પાંચ શખસોને રૂા.10550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular