ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ સાથે જ લવલીનાએ બીજો મેડલ ભારતના નામે નિશ્ચિત કરી દીધો છે.પ્રથમ મેડલ મીરાબાઈ ચાનુએ જીતીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે આજે 69કિલો વજનની કેટેગરીમાં લવલીના કર્વાટર ફાઈનલમાં જીત હાંસલ કરીને સેમીફાઈનલમાં પહોંચી છે.
પ્રથમ રાઉન્ડમાં 5 માંથી 3 જજોએ લવલિનાની તરફેણમાં ફેંસલો આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ તમામ 5 જજોએની પ્રશંશા કરી છે. સેમી ફાઈનલમાં લવલીનાનો મુકાબલો વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર સાથે થશે. બોક્સિંગમાં સેમિફાઇનલમાં પહોંચતા જ મેડલ પાકકું થઈ જાય છે. 69 કિલો વજન કેટેગરીમાં તેની સામે ચોથા ક્રમાંકિત ચીન નીએન ચેનનો એક મોટો પડકાર હતી. લવલિનાએ આ પાર પાડી દીધો છે.અસમની 23 વર્ષીય બોક્સર લવલીનાની નીએન ચેન સામે આ પ્રથમ જીત છે.