જામનગરમાં પાલક પિતાએ તરૂણી પુત્રીને જુદાં જુદાં સ્થળે લઇ જઇ દુષ્કર્મ આર્ચયાના બનાવમાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને અઢી લાખ ચુકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ જામનગરમાં રહેતાં ભીખા નૈયા રબારી નામના શખ્સે તરૂણી પુત્રીના જુદા જુદા સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાનો તરૂણી તથા તેની માતાએ વિરોધ કરતાં બન્ને પતાવી દેવાની ધમકી આપી હતી. પાલક પિતા દ્વારા આચરેલું દુષ્કર્મ સહન ન થતાં તરૂણી ઘર છોડીને ચાલી ગઇ હતી. બાદમાં આ બનાવ અંગે તરૂણીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે દુષ્કર્મ અને પોકસો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમ્યાન આ કેસ સ્પેશયલ અદાલતમાં ચાલી જતાં આજે આરોપી પાલક પિતા ભીખા નૈયા રબારી નામના નરાધમ શખ્સને અદાલતે વકિલ ભારતીબેન વાદીની ધારદાર દલીલોના આધારે તકસિરવાન ઠેરવી આઇપીસી કલમ 376(2) મુજબ આજીવન કેદ અને 5000 નો દંડ તેમજ પોકસો કલમ-4 મુજબ સાત વર્ષની સજા અને 1000 નો દંડ તથા પોકસો કલમ-6 મુજબ 10 વર્ષની સર્જા અને 1000નો દંડ તથા ડીએલએસએમાંથી દુષ્કર્મનો ભોગ બનનારને અઢી લાખ ચુકવવાનો અદાલતે આદેશ કર્યો હતો.