Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગર1 ઓગસ્ટના અખંડ રામધૂનને 20805મો દિવસ

1 ઓગસ્ટના અખંડ રામધૂનને 20805મો દિવસ

મહાઆરતીનું આયોજન કરાયું

- Advertisement -

વિશ્ર્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર ખાતે ચાલતી અખંડ રામધૂનને આગામી તા. 1 ઓગસ્ટના રોજ 20805મો દિવસ થશે. બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા તા. 1 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના આંગણે પૂ. પ્રેમભિક્ષુજી મહારાજે તા. 1-8-1964ના શુભદિને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્ર ઉચ્ચારી રામધૂનનો પ્રારંભ કર્યો હતો. જામનગરમાં પાકિસ્તાન સાથેનું યુધ્ધ થયું, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને છેવટે કોરોના જેવી મહામારી આવી પરંતુ આ રામધૂન એકપણ ક્ષણ બંધ થઇ નથી. આ મંદિરનું નામ ગિનિશ બુક ઓફ રેકોર્ડમાં બે વખત આવી ચૂકયું છે. વિશ્ર્વ રેકોર્ડ રામધૂનનું મંદિર ગુજરાતમાં માત્ર એક જ છે. જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. આજે દેશ-વિદેશથી પણ લોકો પૂછતા આવે છે. ઉપરાંત મોટી કંપનીમાં આવતાં તથા સરકારી ક્ષેત્રે આવતાં મહેમાનો પણ અચૂક દર્શને આવે છે.

તા. 1-8-1964ના રોજ શરુ થયેલ અખંડ રામધૂનને 57 વર્ષના 684 મહિના, 684 મહિનાના 20805 દિવસો, 20805 દિવસોના 499320 કલાકો, 499320 કલાકોની 29959200 મિનિટ. અખંડ રામધૂન ચાલી રહી છે. આગામી તા. 1 ઓગસ્ટના રોજ અખંડ રામધૂનને 20805મો દિવસ થતાં સાંજે 7 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જામનગરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા સંસ્થાના મંત્રી વિનુભાઇ તન્નાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular