Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ત્રણ વર્ષમાં 244 વ્યકિતના પોલીસ કસ્ટડીમાં મોત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 244 વ્યકિતના પોલીસ કસ્ટડીમાં મોત

- Advertisement -

તાજેતરમાં જ ડાંગમાં બે યુવાનોના પોલીસ કસ્ટડીમાં મોત થતા ચકચાર જામી છે. કસ્ટોડિયલ ડેથના બનાવો વધતાં પોલીસની કામગીરી સામે સવાલો સર્જાયા છે. લોકસભામાં ય આ જ મુદ્દો ચગ્યો હતો. ગુજરાતમાં તો છેલ્લા ત્રણ વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં કુલ 244ના મોત થયા છે. ઉલ્લેખનીય છેકે,છેલ્લા એક જ વર્ષમાં ન્યાયિક હિરાસતમા આખાય ભારત દેશમાં 1840 કેદીઓના મોત થયા છે.

- Advertisement -

ગુનાની તપાસમાં આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલાય છે.માનવ અધિકાર આયોગના મતે, મોટાભાગની જેલોની દશા દયનીય છે. એટલુ ંજ નહીં, કેદીઓની સંખ્યા નિયત સંખ્યા કરતા પણ વધુ છે. કસ્ટડીમાં મોત પાછળનુ કારણ ટોર્ચર ,મારપીટ જ હોય છે એવુ નથી પણ અન્ય કારણો પણ જવાબદાર હોય છે. પોલીસને એવી દલીલ છેકે, બિમારી,સારવારમાં વિલંબ,મનોવૈજ્ઞાાનિક સમસ્યા, વૃધૃધાવસૃથા, ખરાબ રહેણી કરણીને કારણે દર્દીઓનુ કસ્ટડીમાં મોત થાય છે.

ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો નોંધાઇ રહ્યો છે જેથી પોલીસની કામગીરી સામે આંગળી ચિંધાઇ રહી છે. વર્ષ 2020-21માં જ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 17 અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 82 કેદીઓના મોત નિપજ્યા હતાં. એટલે કે કુલ મળીને 99 કેદીઓના કસ્ટડીમાં મોત થયા હતાં.

- Advertisement -

રાજ્ય ગૃહ વિભાગના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 13 અને જયુડિશિયલ કસ્ટડીમાં 67 જયારે વર્ષ 2019-20માં પોલીસ કસ્ટડીમાં 12 અને જયુડિશિયલ કસ્ટડીમાં 53ના મોત થયા હતાં. ટૂંકમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં કુલ મળીને 244 કેદીઓના મૃત્યુ થયા છે. ગૃહવિભાગનુ કહેવુ છેકે, કસ્ટોડિયલ ડેથ મુદ્દે ગુજરાતમાં 4 પીએએસઆઇ, 13 સબ પોલીસ ઇન્સ્પેક્ટર, 4 એએસઆઇ, 15 પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરજ મોકુફી, પગાર કાપ, ખાતાકીય તપાસ, જેલ કસ્ટડી સહિત 302 કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના બનાવોમાં સુરત શહેરના એક કિસ્સામાં કેદીના વારસદારને રાજ્ય સરકારે રૂા.2.5 લાખ વળતર પણ ચૂકવ્યુ છે. ગૃહવિભાગનો દાવો છે કે, અત્યાર સુધી મળેલી ભલામણ પૈકી કોઇ પણ મૃતક કેદીને વળતર ચૂકવવાનુ બાકી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular