Thursday, December 26, 2024
Homeરાજ્યરાણ દારૂ પ્રકરણમાં પોલીસ દ્વારા સગીરને ઢોર માર માર્યાનો આક્ષેપ

રાણ દારૂ પ્રકરણમાં પોલીસ દ્વારા સગીરને ઢોર માર માર્યાનો આક્ષેપ

અદાલત દ્વારા મેડિકલ તપાસના આદેશ : આ પ્રકરણની તપાસ ડિવાયએસપીને સોંપાઇ : શું જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાશે?

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં સપ્તાહ પૂર્વે ઝડપાયેલાં દારૂ પ્રકરણમાં પોલીસે એક સગીરની અટકાયત કરી ઢોર મારમાર્યાનો આક્ષેપ કરાતાં આ મામલે તપાસ ડિવાયએસપી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, જે ફોજદાર સામે આક્ષપે કરાયો છે તે અગાઉ પણ અનેક વિવાદોમાં રહ્યા છે. આ વિગત મુજબ દ્વારા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાંથી પોલીસે સપ્તાહ પૂર્વે દારૂ પ્રકરણમાં એક સગીરની અટકાયત કર્યા બાદ પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાનો મામલો બહાર આવ્યો છે. અને આ પ્રકરણમાં સગીરે કોર્ટમાં પોલીસે બેફામ માર માર્યાનો ગંભીર આક્ષેપ કરતાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને કોર્ટમાં જ સગીરે પીએસઆઇ ગગનીયા સહિતના ચાર પોલીસકર્મીઓને ઓળખી બતાવ્યાં હતાં. જેના આધારે આ પ્રકરણમાં ડિવાયએસપી હિરેન્દ્ર ચોધરીને ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી.હવે આ પ્રકરણમાં શું ખરેખર તટસ્થ તપાસ કરાયા બાદ જિલ્લા પોલીસવડા જવાબદાર પોલીસકર્મચારીઓ સાથે કડક કાર્યવાહી કરશે? કે પછી પ્રકરણનું બાળમરણ થઇ જશે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીરને કસ્ટડીમાં પીએસઆઇ અને અન્ય પોલીસકર્મચારીઓ દ્વારા ઢોર મારવાનું પ્રકરણ અદાલતમાં પહોચી ગયું છે. જોકે અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી. પરંતુ હજી સુધી પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તો હવે અદાલતમાં પહોંચેલા આ પ્રકરણને પોલીસની છબીને પણ છાંટા ઉડાડયા છે. આ દારૂના પ્રકરણમાં સગીરને કયાં કારણોસર ઢોર માર મારવામાં આવ્યો હતો? તે મહત્વની બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular