કાલાવડ તાલુકાના શિશાંગથી નિકાવા જવાના માર્ગ પરથી પસાર થતા શખ્સને આંતરીને પોલીસે તેની પાસે રહેલી 23 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
કાલાવડ તાલુકાના ડેરી ગામના બસ સ્ટેન્ડ પાસેથી દારૂના 10 નંગ ચપલા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના સિસાંગ ગામથી નિકાવા તરફ જવાના માર્ગ પરથી પસાર થતા નિર્મળસિંહ ચંદ્રસિંહ જાડેજા નામના શખ્સને પીએસઆઇ એચ. વી. પટેલ તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાં રહેલા થેલામાંથી રૂા.11500ની કિંમતની 23 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો કાલાવડ તાલુકાના ડેરી ગામના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે અનિરૂધ્ધસિંહ ઉર્ફે અની સહદેવસિંહ જાડેજા અને લખુભા ઉર્ફે લક્કીરાજસિંહ ગોપાલસિંહ જાડેજા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.2000 ની કિંમતના 10 નંગ દારૂના ચપલા મળી આવતા કબ્જે કરી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડના શિશાંગ પાસેથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
રૂા.11500ની 23 બોટલ દારૂ કબ્જે: ડેરી ગામના બસ સ્ટેન્ડ પાસેથી 10 નંગ ચપલા સાથે બે શખ્સ ઝબ્બે