Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાત1.25 કરોડની કિંમતના ગાંજાની 32 ગુણીઓ સાથે આરોપી ઝડપાયો, 3 ફરાર

1.25 કરોડની કિંમતના ગાંજાની 32 ગુણીઓ સાથે આરોપી ઝડપાયો, 3 ફરાર

- Advertisement -

સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના કારોબારનું મોટું નેટવર્ક ઝડપાયું છે.પોલીસે બાતમીના આધારે  શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે દરોડો પાડતા ત્યાંથી 32 ગુણી ગાંજો મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી રૂ.1.25લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરારી 3આરોપીઓની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. એસઓજી રાત્રિના સમયે બાતમીના આધારે સાંકી ગામ,લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204માં દરોડો પાડતા 1142.74 કિલો ગાજો જેની કિંમત આશરે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ ઓડીશાના આરોપી બિકાસ બુલી ગૌડાને ઝડપી પાડ્યો છે.

ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી,સુરત, વડોદરા,ભરૂચ સહિતના વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. માલ મંગાવનાર વોન્ટેડ આરોપી બાબુ નાહક, વિક્રમ મગલુ પરીદા ઉર્ફ વિકુ તેમજ માલની સપ્લાય કરનાર સીબરામ નાહક નામના ત્રણ શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular