જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામે રેવન્યુ સર્વે નં. 267 નવા સર્વે નં. 822 જે જમીન ક્ષેત્રફળ હે.આરે. ચોમી 26-87-84થી આવેલ છે. આ ગૌચરની જમીનમાં 27-1999ના સરકારના મહેસુલ વિભાગના ઠરાવ મુજબ 50-000 ચો.મી. જમીન 220 કે.વી. સબ સ્ટેશન બનાવવા જેટકો કંપનીના અધિકારીઓને આપેલ હતું પરંતુ આ કંપનીએ આશરે 10 વિઘા જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી કબજો કરેલ હોય અને એકાદ વિઘામાં ખોદકામ કરી ખનિજ ચોરી કરેલ છે તેમજ ગૌચરની જમીનમાં દબાણો કરી પોલ ઉભા કરેલ છે. તેમ જ જેટકો કંપની તથા ક્ધિટેક્ષ સિનર્જી પ્રા.લી.ના અધિકારીઓએ બાકીની ગૌચર જમીનમાં ગેરકાયદેસર પથ્થરો નાખેલ છે અને મંજૂરી લીધા વિના કબજો જમાવેલ છે.
આમ સરકારને મોટાપાયે નુકસાન કરેલ છે. આ અંગે કોર્ટ દ્વારા પણ કલેકટરને યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કરેલ હતો અને કલેકટર દ્વારા જવાબદાર અધિકારીને લેખિત સૂચના પણ આપેલ હતી છતાં આ કંપની દ્વારા આજદિવસ સુધી દબાણ દૂર કરેલ નથી અને ગૌચરની જમીન પચાવી પાડેલ છે તેમ છતાં નીચલા અધિકારી કોઇપણ જાતની કાર્યવાહી કરતાં ન હોય, જેથી સ્થાનિક જગ્યાનું પંચનામુ કરી તાત્કાલિક અસરથી ગૌચરની જગ્યાનું દબાણ દૂર કરવા અને ગુજરાત લેન્ડગ્રેબિંગ એકટ-2020 મુજબ ગુનો બનતો હોય તેમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવા મોટીગોપના અગ્રણી હસમુખભાઇ સોલંકીએ કલેકટર તથા ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ તેમજ લગત વિભાગને લેખિત રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે.
જામજોધપુર તાલુકાના મોટીગોપમાં ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ
મોટાપાયે ખનિજ ચોરી થતી હોવાની વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન