રાજ્યભરમાં ચોમાસું સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં આજથી વરસાદનું જોર વધશે. અને હવામાન વિભાગે પણ 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આજથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ફરી ચોમાસું જામશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા મળી રહ્યા છે. ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને શક્યાતાઓ જોવા મળી રહી છે સાથે જ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે.આવતી કાલથી રાજ્યમાં ફરી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ શકે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં હજુ સુધી 8.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.76 વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરને પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં નવા નીરની આવક થઇ છે.