Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સવિશ્વના સૌથી મોટાં રમતોત્સવનો આરંભ

વિશ્વના સૌથી મોટાં રમતોત્સવનો આરંભ

ઓલિમ્પિક રમતોત્સવ પણ કોરોનાથી મુકત રહી શકયો નથી

- Advertisement -

ભારતીય સમય પ્રમાણે આજે શુક્રવારે સવારે જાપાનના પાટનગર ટોકિયો ખાતે વિશ્ર્વના સૌથી મોટાં એવાં ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. જો કે, આ રમતોત્સવ પર પણ કોરોનાનો ઓછાયો જોવાં મળી રહ્યો છે.આજે સવારે મળેલાં અહેવાલો પ્રમાણે ઉદધાટન માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. બપોરે 4.30 વાગ્યે ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમ્યાન તિરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ભારતની દિપિકા કુમારી નવમા સ્થાન પર રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમારોહનું અગ્રેજી તથા હિન્દી ભાષામાં ડીડી સ્પોર્ટસ અને સોની સ્પોર્ટસ નેટવર્ક પર પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમમાં લાઇવ સ્ટ્રિમિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉદ્ધાટન સમારોહમાં જે માર્ચ પાસ્ટ યોજવામાં આવશે તેમાં ભારતની ટુકડી 21મા ક્રમે રહેશે. ભારતીય દળનો ધ્વજ બોકસર મેરિકોમ અને હોકી ટીમના કપ્તાન મનપ્રિતસિંહ પાસે રહેશે.

આજે શુક્રવારે જાહેર થયેલી વિગતો મુજબ, અત્યાર સુધીમાં ઓલિમ્પિક વિલેજ ખાતે ખેલાડીઓ અને સ્ટાફ પૈકી કુલ 106 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા છે. જેને ધ્યાનમાં રાખી ખુબ જ સિમિત રીતે રમતોત્સવનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે આ રમતોત્સવ 2020ના બદલે હાલ 2021માં રમવામાં આવી રહ્યો છે.

ભારતીય ઓલિમ્પિક એસો. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આ રમતોત્સવમાં ભારતવતી જે ખેલાડી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરશે તેને એસો. દ્વારા રૂા.75,00,000 આપવામાં આવશે. સિલ્વર મેડલ ધારકને રૂા.40,00,000 અને બ્રોન્ઝ મેડલ મેળવનારને રૂા.25,00,000નું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત ઓલિમ્પિક ભાગલેનાર પ્રત્યેક ખેલાડીને એસો. તરફથી રૂા.1-1 લાખની આશ્ર્વાસન રાશિની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular