જામનગર તાલુકાના કોંઝા ગામના વાડી વિસ્તારમાં રહેતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન 108 બોટલ દારૂ અને એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના કોંઝા ગામના વાડી વિસ્તારમાં રહેતો શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. મયુરસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, હેકો કરણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, પો.કો.મયુરસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, પો.હેકો મુળરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રામશી વેજાણંદ કરમુરના મકાનની તલાસી લેતા તેમાંથી 54 હજારની કિંમતની દારૂની 108 બોટલો અને રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવતા પોલીસે રૂા.54500 નો મુદ્દામાલ કબ્જે કરી રામશીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
કોંઝા ગામના વાડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
રેઈડ દરમિયાન પોલીસે 54 હજારનો દારૂ અને મોબાઇલ ફોન કબ્જે કર્યો