Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભારે પવન બાદ થયેલ નુકસાનીમાં 471 ફરિયાદો પૈકી 465નો નિકાલ કરાયો

ભારે પવન બાદ થયેલ નુકસાનીમાં 471 ફરિયાદો પૈકી 465નો નિકાલ કરાયો

- Advertisement -

જામનગર શહેરમાં ગત તા. 17 જુલાઇના રોજ ભારે પવન સાથે વરસાદના કારણે શહેરમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતાં જેને જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો હટાવવાની તાકિદે કામગીરી કરી માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતાં. જામ્યુકો દ્વારા તા. 20 સુધી 155 જેટલા વૃક્ષો હટાવવા સહિતની કામગીરી તેમજ કુલ 471 ફરિયાદો પૈકી 465 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

જામનગરમાં તા. 17ના રોજ થયેલા ભારે પવન સાથેના વરસાદમાં શહેરનાં 155 જેટલા વૃક્ષો પડી જવાની ફિરયાદ મહાનગરપાલિકાનાં ફલડ કંટ્રોલ રૂમને મળેલ હતી. જે અન્વયે મ઼નપા ધ્વારા ત્વરીત રીસ્પોન્સ આપી શહરેનાં જે જે મુખ્ય રસ્તાઓ વૃક્ષો પડવાનાં કારણે બ્લોક થયેલ હતા તેમાં 09 જેટલા જેસીબી મશીનોની મદદથી રાત્રે જ ખુલ્લા કરાવવામાં આવ્યા તથા દરેક વોર્ડમાં નિયુક્ત વોર્ડ ઓફિસર, એસ.એઈ.આઈ., ફાયરશાખા, ગાર્ડન શાખાની ટીમ ધ્વારા ફલડ કંટ્રોલ ખાતે મળેલ 142 જેટલી ફરીયાદો પૈકી 98 ફરીયાદનો નિકાલ રાત્રીના 9 કલાક સુધીમાં જ કરી દેવામાં આવેલ. આ કામગીરી રાત્રી દરમ્યાન તથા તા.18થી તા.20 જુલાઇ અવિરત ચાલુ રાખવામાં આવેલ છે. 155 જેટલા વૃક્ષો પડવા ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ તુટી પડેલ હતી તે બધાનો યોગ્ય રીતે કટીંગ કરી તેનાં લાકડા સ્મશાનને પહોચાડવા તથા રસ્તાની સફાઈ કામગીરી સતત 10 જેસીબી, 30 જેટલા ટ્રેકટર્સ, રઈકો કાર તથા 32 વોર્ડ એન્જિનીયર્સની ટીમ દ્વારા કરવામાં આવેલ છે તથા તા.20 સુધીમાં ફલડ કંટ્રોલ ખાતે મળેલ કુલ 471 ફરીયાદો પૈકી 465 ફરીયાદનો નીકાલ કરવામાં આવેલ છે. આ કામગીરી કમિશ્નર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશ્નર વસ્તાણી, આસી. કમિશ્નર ડાંગરતથા ચીફ ફાયર ઓફીસર બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. આગામી બે દિવસોમાં સંપુર્ણપણે આ કામગીરી પુર્ણ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular