Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા પાણીપુરીના 47 લીટર પાણીનો નાશ કરાયો

ફૂડ શાખા દ્વારા પાણીપુરીના 47 લીટર પાણીનો નાશ કરાયો

ચાર દુકાનોમાંથી નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલાયા : ત્રણ ડાયનિંગ હોલને ફૂડ લાયસન્સ મેળવવા ચેતવણી અપાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ચાર સ્થળોએથી નમૂના લઇ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. તેમજ શહેરમાં પાણીપુરીના ફેરિયાઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 47 લીટર પાણી ખરાબ જણાતા સ્થળ ઉપર નાશ કરાયો હતો. તેમજ ત્રણ ડાયનિંગ હોલને ફૂડ લાયસન્સ મેળવી લેવા નોટીસ આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાને લઇ હરકતમાં આવી હતી. ફૂડ શાખા દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન શહેરમાં પંચેશ્ર્વરટાવર નજીક ગોકુલ પ્રોવિઝન સ્ટોરમાંથી મરચુ પાઉડર તથા શ્રી કેશરમાંથી ગરમ મસાલો, શરૂ સેકશન રોડના અંબિકા સ્વીટ એન્ડ નમકીનમાંથી ચુરમાના લાડુ તેમજ બેડી બંદર રોડના જય ભવાની ડેરી ફાર્મમાંથી દૂધના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા શહેરમાં 103 પાણીપુરીના ફેરીયાઓનું પણ ઇન્સ્પેકશન કર્યું હતુ. જેમાં 47 લીટર પાણીમાં ખરાબી જણાતાં તેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. તેમજ પાણીના કુલ 9 નમૂના લેવામાં આવ્યા હતાં. જે ગુજરાત લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તેમજ દરેડ ફેઇસ-2-3માં ખાણીપીણીમાં ઇન્સ્પેકશન કરતાં શ્રીજી ડાઇનીંગ હોલ, ન્યુ રંગોલી ડાઇનીંગ હોલ તથા મહાદેવ થાળી પાસે ફૂડ લાયસન્સ ના હોય તેમને લાયસન્સ મેળવી લેવા ચેતવણી આપવામાં આવી હતી.

તેમજ પાટીદાર ડેરી અને અંબિકા ડેરીમાં સ્વચ્છતા જાળવવા, માસ્ક પહેરવા, પાણીમાં કલોરીનેશન કરવા તેમજ વાશી ખોરાક ન રાખવા સહિતની જાણકારી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular