Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરપત્નીએ સાસરે આવવાની ના પાડતા પતિએ જિંદગી ટૂંકાવી

પત્નીએ સાસરે આવવાની ના પાડતા પતિએ જિંદગી ટૂંકાવી

સીક્કા ટીપીએસ કોલોનીમાં ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા : જોડિયાના પીઠડમાં ગર્ભવતિ યુવતીનું મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં ટીપીએસ કોલોનીમાં રહેતાં યુવાનની પત્નીએ સાસરે આવવાની ના પાડતા મનમાં લાગી આવતા તેના ઘરે દુપટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં રહેતી ગર્ભવતી યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતા જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ટીપીએસ કોલોનીમાં બ્લોક નં.411/8 માં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંહ કલાસિંહ તોમર (ઉ.વ.29) નામના યુવાનને તેની પત્ની પ્રિયા સાથે છેલ્લાં ત્રણ-ચાર માસથી અવાર-નવાર નાની નાની બાબતોમાં બોલાચાલી અને ઝઘડો થતો હતો. આ ઝઘડાને કારણે પ્રિયાને એક માસ પૂર્વે તેણીના માવતર મૂકી આવ્યો હતો અને ચાર દિવસ પૂર્વે પત્ની પ્રિયાને લેવા માટે જતાં પત્નીએ પરત આવવાની ના પાડતા મનમાં લાગી આવતા પતિ ધર્મેન્દ્રસિંહએ મંગળવારના બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં દુપટ્ટા વડેે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના િ5તા કલાસિંહ દ્વારા કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં ગોપાલભાઈની વાડીમાં ખેતમજૂરી કામ કરતા શીતલબેન રવિ મેવાડી (ઉ.વ.20) નામની ગર્ભવતી યુવતી અને તેણીના પતિ રવિ સાથે તેના વતન જતા હતાં તે દરમિયાન અચાનક પેટમાં દુ:ખાવો થવાથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા યુવતીનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular