Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરવિવિધ પ્રશ્નો અંગે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા રજૂઆત

વિવિધ પ્રશ્નો અંગે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા રજૂઆત

ચંદ્રગઢ-રામપર, ઠેબા સહિતના ગામોના પીજીવીસીએલ તથા જિલ્લાના અણઉકેલ પ્રશ્ર્નો અંગે રજૂઆત કરાઇ

- Advertisement -

તાજેતરમાં જામનગર જિલ્લા ફરિયાદ સમિતિની મિટિંગ યોજાઇ હતી. જેમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ચંદ્રગઢ, રામપર, ઠેબા, સચાણા, ધ્રાંગડા સહિતના ગામોને પીજીવીસીએલના તથા જિલ્લાના અણઉકેલ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

જામનગર જિલ્લા ફરિયાદ સમિતિની મળેલ મિટિંગમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જિલ્લાના તાલુકાના ગામોના ચેકડેમ, વિજળી, એસ.ટી., પીએચસી સેન્ટર, સ્મશાન માટેની જગ્યા નીમ કરવા અને વિકાસના કામો જિલ્લાની આમ જનતાને અસર કરતાં અણઉકેલ પ્રશ્ર્નનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામથી જામનગર બાયપાસને જોડતો રસ્તો બનાવવા, ઉચ્ચતર પગાર ધોરણ તથા જનરલ પ્રો.ફંડનું બાકી ચૂકવણા, ચેલા ગામે 66 કે.વી. અને તાલિમ ભવનની બાજુમાં પુલ બનાવવા, ચેલા-2 ગામે વરસાદી પાણીના નિકાલ માટે બે પુલીયા બનાવવા, ચેલા ગામે ક્ધયા શાળાથી પશ્ર્ચિમે તથા તાલિમ ભવનની બાજુમાં પુલ બનાવવા, ખિજડીયા-સચાણા નોન પ્લન્ન રસ્તાનું કામ ચાલુ કરવા, સપડા ગામથી હાઇવેને જોડતો રસ્તો રિ-કાર્પેટ કરવા, સરમત ગામથી સ્ટેટ હાઇવે સુધીનો રસ્તો રિપેર કરવા, ચાવડાથી નેવીમોડા/ અલીયાથી મોડાથી ગંગાજળાથી રામનગર/ેંગા ટુ એસએચ રોડ/ શેખપાટથી એસએચ રોડ પર જંગલ કટિંગ કરવા, ધુતારપર ગામે પીરવાળુ તળાવ તાત્કાલિક રિપેર કરવા, રામપર ગામે તળાવ રિપેર કરવા, દરેડ ગામે ગોડાઉન ઝોનના મકાન પરથી પસાર થતી વિજ લાઇન બદલવા, ખિમલીયા ગામે વિજ પોલ બદલવા, સચાણા ગામે જેજીવાય ફિડરમાં અલગ ટીસી તથા વિજ પોલ નાખવા, સચાણા ગામે વિજપોલ ઉભા કરવા, સિક્કા ગામે નવા વિજપોલ નાખવા, ધ્રાંગડા ગામે ખેતીની જમીનમાં નબળા વિજપોલ જગ્યાએ નવા વિજપોલ નાખવા, શેખપાટ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ વચ્ચે આવેલ વિજપોલ બદલવા, દોઢીયા ગામે વિજતાર બદલી કેબલ નાખવા, જુના નાગના ગામે વિજ વાયરમાં પીવીસી પાઇપ નાખવા, ચંદ્રગઢ, રામપર, ઠેબા, સચાણા ગામોમાં લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરવા વધારાની ટીસી મૂકવા, જાંબુડા, ખિજડીયા અને ખિમલીયા ગામમાં વિજ પુરવઠાની અનિયમિતતા દૂર કરવા, લાખાબાવળ ગામે બોરમાં મોટર, પાઇપલાઇન તથા વાયરીંગ ફાળવવા, નંદપુરથી જામવંથલી સુધીના રોડનું જંગલ કટિંગ કરવા, ધુતારપુર ગામે ક્ષાર અંકુશ વિભાગનું તળાવ રીપેર કરવા, નાના થાવરીયા ગામે સૌની યોજનામાં વાલ્વ મૂકી ચેકડેમ ભરવા, જાંબુડા ગામે ડો. આંબેડકર હોલની ગ્રાન્ટ ફાળવવા, વિભાપર ગામના કોર્પોરેશન તરફથી આપવામાં આવેલ હાઉસ ટેક્સની નોટીસ રદ્ કરવા, વિરપર ગામે એરિયા પાઇપલાઇનના આકારમાં સુધારો કરવા, વાવબેરાજા અને મોટીખાવડી ગામે જર્જરીત ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા, જીવાપર અને ખિજડીયા ગામે મફત પ્લોટની સનદ આપવા, ઢીચડા ગામે પ્રા.શાળામાં મરામત અંગેની ગ્રાન્ટ ફાળવવી, જીઆઇડીસી ફેસ-3ના કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવો, ચંદ્રાગા, મતવા અને હડમતિયા ગામે નાખવામાં આવેલ સૌની યોજનાના પાઇપલાઇનનું અધુરુ કામ પુરું કરી જમીન લેવલીંગ કરવી, દિગ્વિજ્ય ગ્રામ ગ્રામ પંચાયત સંચાલિત કોલેજ રામનગર પ્રા.શાળાની જગ્યામાં બનાવવા, મોટીખાવડી ગામે પોસ્ટ ઓફિસનું મકાન બનાવવા.

ધ્રોલ તાલુકાના ધ્રોલ મૂકામે ગાર્ડી કોલેજની બાજુમાં આવેલ તળાવ રિપેર કરવા, મોટાસગાડીયા ગામે મંજૂર થયેલ જ્યોતિગ્રામ ચાલુ કરવા, મોટાગરેડીયા ગામે પીએચસી સબ સેન્ટરના મકાનનું કામ પૂર્ણ કરવા, ધ્રોલ રેલવે સ્ટેશન પ્રા.શાળામાં બે ધોરણનો ઘટાડો કરવામાં આવેલ તે વધારો કરવો, ધ્રોલ તાલુકામાં ગામ નમુના નંબર 6ની નોંધોનો સમયસર નિકાલ કરવો, લતીપુરથી પીઠડ સુધીનો રસ્તો રિપેર કરવા, ધ્રોલ-પીઠડ બસ રૂટ શરુ કરવા રજૂઆત કરાઇ છે.

જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયતનું જર્જરીત મકાન માટેનું પ્રમાણપત્ર આપવા, બાલાચડી ગામે ચેકડેમ રીપેર કરવા તથા કોઝ-વે બનાવવા, બાલાચડી ગામે પ્રા.શાળાની બાજુમાં નવુ ટીસી તથા સ્ટ્રીટલાઇટના તાર ખેંચવા અને નમી ગયેલ વિજપોલ સીધા કરવા, બેરાજા ગામે ઇન્દીરા આવાસની બાજુમાં સ્ટ્રીટલાઇટ વિજપોલ ઉભા કરવા, બેરાજા ગામે સ્મશાન કમ્પાઉન્ડની અંદરના વિજપોલ ખસેડવા, કુન્નડ ગામે પીવાના પાણીની અછત દૂર કરવા, હડીયાણા ગામે કંકાવટી સિંચાઇ યોજનાની મેઇન કેનાલ, અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન અને માઇનોર 10ને મરામત કરવા, મેઘપર ગામે આજી-4 સિંચાઇ યોજનાની એલબીએમસીમાંથી અલગ સેકશન આપવા, વાવડી ગામનો જળસ્ત્રાવ એકમમાં સમાવેશ કરવા તેમજ કાલાવડ તાલુકાના 66 કેવી મોટા ભાડુકીયા સબ સ્ટેશનના સ્ટાફનો પગાર અને પીએફ ચૂકવવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે મિટિંગમાં રજૂ કરતાં જવાબદાર અધિકારીએ લાગુ પડતા અધિકારીઓને આ પ્રશ્નનો તાકિદે નિકાલ લાવવાની સૂચના આપી ખાત્રી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular