ફિઝિકલ પરીક્ષા પાસ કરી હોય છતાં માત્ર લિમીટેડ સંખ્યાને જ પ્રીલિમનરી પરીક્ષા માટે એપ્રુવ મળતા કોર્ટમાં પહોંચ્યો મામલો.
કોર્ટે સરકારને કર્યો સવાલ : જો ફિઝિકલ, પ્રીલિમનરી અને મેઇન્સ તમામ એ્ક્ઝામ માર્ક્સની ગણતરી કરીને મેરીટ લિસ્ટ બહાર પડવાનું હોય તો ફિઝિકલ એક્ઝામ પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રીલિમનરી આપવાથી કઈ રીતે રોકી શકાય.
રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા કોર્ટ પાસેથી સમય માંગ્યો
પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા આપતા અરજદારો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે જો કે રાજ્ય સરકારે હાઈકોર્ટ પાસે જવાબ આપવા માટે સમય માગ્યો છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમગ્ર મામલે જવાબ આપશે.