Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરએબીવીપી દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંગે આવેદનપત્ર પાઠવ્યું

એબીવીપી દ્વારા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અંગે આવેદનપત્ર પાઠવ્યું

જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો. 10ના વિદ્યાર્થીઓને ધો. 11માં પ્રવેશ આપવામાં આવતો ન હોય. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળાના પ્રિન્સીપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -


શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલ ધો. 10ના વિદ્યાર્થીઓને ધો. 11માં પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ધો. 10માં અભ્યાસ કરી ચૂકેલા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને ધો. 11માં પ્રવેશ ન મળે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતાં હોવાનું જણાવી આ શાળામાં ધો. 10માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ધો. 11માં એડમિશન આપવા આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. એબીવીપીના નગરમંત્રી સંજીત નાખવા સહિતના કાર્યકર્તાઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular