દિલ્હીમાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં આજે રોજ દિલ્હીના દ્વારકા સેક્ટર 18 માં એક કાર રસ્તાની અંદર ઘુસી ગઈ હતી. બાદમાં તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત ન થયું હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યું છે.