ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના પ.પૂ. ધીરજમુની મ.સ.આજ્ઞાનુનીવર્તીની પારસ નિર્મલ પરિવારના પ.પૂ.વિમલબાઇ સ્વામી, પ.પૂ. પદમાબાઈ સ્વામી, પ.પૂ. જીજ્ઞાબાઈ સ્વામી, આદિથાણા 3 ના તા.18 ના રોજ જૈન શાસનના જય જય કાર સાથે શેઠ સદનથી કે.ડી. શેઠ ઉપાશ્રયમાં મંગલપ્રવેશ કર્યો હતો. પ.પૂ. વિમલબાઈ સ્વામી તથા પ.પૂ. જીજ્ઞાબાઈ સ્વામી દ્વારા પ્રવેશ નિમિત્તે પ્રવચન અને માંગલિક શ્રમણ કરાવવામાં આવ્યું હતું. ઉપાશ્રયના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુબેન શેઠ તથા હસમુખભાઈ વિરમગામીનું કોરોનામાં નિધન થતા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી. નવકારશીનો લાભ ભાનુબેન કે.ડી. શેઠ પરિવાર હસ્તે સ્મિતા સંઘવી અને રવિન્દ્રભાઈ શાહ, ઈન્દુબેન શાહએ લીધો હતો. જેમાં 150 જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો. આ તકે ટ્રસ્ટી અજય શેઠ, ઉષાબેન વસા, સ્મિતા સંઘવી, લાલુભાઇ કોઠારી, હિતેશભાઈ ખજુરિયા, બિપીનભાઈ શેઠ, શાંતિભાઈ નાગડા, મહેશભાઈ પુનાતર, નયનાબેન મહેતા, આશાબેન ખજુરિયા, નિલેશભાઈ ઉદાણી, સુરેશભાઈ ફોફરિયા, રૂપેન શાહ તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન અજય શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.