Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયપ્રધાનમંત્રીએ વિપક્ષને કહ્યું: તીખાં-ધારદાર સવાલો પૂછો પણ, જવાબ આપવાનો સરકારને મોકો આપો

પ્રધાનમંત્રીએ વિપક્ષને કહ્યું: તીખાં-ધારદાર સવાલો પૂછો પણ, જવાબ આપવાનો સરકારને મોકો આપો

- Advertisement -

સંસદનું ચોમાસું સત્ર આજથી (સોમવાર) થી શરૂ થઈ ચૂકયું છે. સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષના લોકોએ તીક્ષ્ણ પ્રશ્ર્નો પૂછવા જોઈએ, પરંતુ સરકારને જવાબ આપવાની તક પણ આપવી જોઈએ જેથી સરકારનો અવાજ સામાન્ય લોકો સુધી પહોંચે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને આશા છે કે દરેકને રસીનો ડોઝ મળી ગયો છે, ઘરના બધા લોકો અને અન્ય લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે છે. રસીને હાથ પર લગાવવામાં આવે છે, પછી તમે બાહુબલી બની જાઓ છો. કોરોના સામેની લડતમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો બાહુબલી બની ગયા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના રોગચાળાએ આખી દુનિયાને ઘેરી લીધી છે, અમે ઇચ્છીએ છીએ કે આ રોગચાળાને લઈને સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. વિપક્ષ દ્વારા જે પણ સૂચનો આપવામાં આવશે, તેનાથી કોરોના સામેની લડતમાં વેગ આવશે.

પીએમ મોદીએ કહ્યું કે હું જાતે જ સાંસદોને કોરોના સંબંધિત મુદ્દાઓ પર જાણ કરવા માંગુ છું. આ મુદ્દા ફ્લોર નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે, કારણ કે હું સતત બધા લોકો સાથે ચર્ચા કરું છું. પીએમ મોદીએ કહ્યું કે, દેશના લોકો જે જવાબો ઇચ્છે છે તેના માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.

આપને જણાવી દઈએ કે સંસદના ચોમાસા સત્રમાં વિપક્ષ ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરી લેવાની તૈયારી કરી રહ્યું છે. કોરોના સંકટ, વધતી મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો તથા નવા કૃષિ કાનૂનો સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષે સંસદમાં ચર્ચા માટે નોટિસ આપી છે, જેના પર ગૃહમાં હોબાળો થવાની સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular