ગુજરાતના પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે જામકંડોરણામાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2013 માં લૂંટ-ધાડ અને ચોરી જેવા જુદા જુદા પાંચ ગુનાઓમાં નવ વર્ષથી નાસતા ફરતાં બે આરોપીઓની પેરોલ ફર્લો સ્કવોડના કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ.નિનામા ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામમાંથી પોપટ માજુ ભૂરિયા તથા સુરમલ હારૂ ભૂરિયા નામના બે શખ્સોને દબોચી લીધાં હતાં.
બન્નેની પૂછપરછ હાથધરતાં પોપટ ભૂરિયા લૂંટ, ધાડ તથા પંચમહાલ જિલ્લામાં એક અને દાહોદમાં ત્રણ લૂંટ અને ધાડ તથા ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે જામનગર પેરોલ ફર્લો સ્કવોડે બન્ને આરોપીઓને પંચમહાલ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથધરી હતી.
પંચમહાલ જિલ્લાના લૂંટ ધાડના બે આરોપી ઝડપાયા
નવ વર્ષથી નાસતા ફરતા આરોપી જામકંડોરણામાંથી દબોચ્યા: જામનગર પેરોલ ફર્લો સ્કવોડની કામગીરી