જામનગર શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં યુવાન ઉપર એક શખ્સે છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા ખેડૂત યુવાનને સુરતના શખ્સે મોબાઇલ ફોન ઉપર અપશબ્દો બોલી ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર મોમાઈનગરમાં રહેતા હિરેનસિંહ વિજયસિંહ ઝાલા યુવાન ઉપર શુક્રવારે સાંજના સમયે જલારામ પાર્ક વિસ્તારમાં કુલદિપસિંહ લાલુભા જાડેજા નામના શખ્સે હિરેનસિંહને આંતરીને હાથમાં છરીનો ઘા ઝીંકયો હતો તેમજ છરીની મુંઠ વડે પગમાં ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા અને ખેતી કરતા અશોક કાનજીભાઈ ટીંબડિયા નામના યુવાનને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અનિલ પરશોતમ આસોદરિયા નામના શખ્સે તેના 90994 22087 નંબર ઉપરથી અશોકભાઈને 98257 75351 નંબર પર ફોન કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અશોકની ફરિયાદના આધારે હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધ રી હતી
જામનગરમાં યુવાન ઉપર છરી વડે હુમલો
ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો : રાજડા ગામના ખેડૂતને મોબાઇલ પર ધમકી