રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજથી ધો. 10 અને 12ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં 29 કેન્દ્રો ખાતે ધો. 10ની પરીક્ષા યોજાશે. જેમાં 6727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપ્યા બાદ રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરુ કરાઇ હતી. જ્યારે ધો. 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોર બાદ યોજાઇ હતી.
જેમાં ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આઠ કેન્દ્ર ઉપર તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે કેન્દ્રો પર યોજાઇ હતી. જેમાં સામાન્ય પ્રવાહમાં 2439 વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન પ્રવાહમાં 305 વિદ્યાર્થીઓ નોંધાયા છે. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને હેન્ડ સેનેટાઇઝ કરાવી વર્ગખંડમાં પ્રવેશ અપાયો હતો. તેમજ માસ્ક સહિતના તકેદારીના પગલાં સાથે પરીક્ષા યોજાઇ હતી.