Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતફેકટરી એકટ હેઠળ રજિસ્ટર્ડ ઔદ્યોગિક એકમોને ફાયર NOC માંથી મુકિત

ફેકટરી એકટ હેઠળ રજિસ્ટર્ડ ઔદ્યોગિક એકમોને ફાયર NOC માંથી મુકિત

જો કે, સરકારનો પરિપત્ર અસ્પષ્ટ હોય, સંચાલકો અવઢવમાં: એકસ્પોર્ટ-ઇમ્પોર્ટ કરતાં એકમો એનઓસી કયાંથી મેળવશે ?

- Advertisement -

રાજયમાં ફાયર સેફટી સાધનો અને એન.ઓ.સી.ને લઈ શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે.પરિપત્ર મુજબ ફેકટરી એકટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા એકમોને હવે ફાયર વિભાગ પાસેથી એન.ઓ.સી.મેળવવાની રહેશે નહીં.બીજી તરફ આ પ્રકારના એકમોને ફાયર એન.ઓ.સી.કયાંથી મળશે એનું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ ન હોવાથી એકમોના સંચાલકો અવઢવમાં મુકાયા છે.

આ અંગે મળતી માહીતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ફાયર સેફટી સાધનો અને એન.ઓ.સી.ને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.દરમિયાન 8 જુલાઈએ રાજયના શહેરી વિકાસ અને શહેરી હાઉસીંગ વિભાગ તરફથી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એકટ અંતર્ગત પરિપત્ર કરવામાં આવ્યો છે.જે મુજબ, ફેકટરી એકટ હેઠળ રજીસ્ટર્ડ થયેલા એકમોને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એમેડમેન્ટ-2021 મુજબ ફાયર એકટમાંથી બાકાત કરાયા છે.8 મહાનગર પાલિકાઓમાં નિયમ લાગૂ પડશે.

અમદાવાદ શહેરમાં વટવા, નરોડા, ઓઢવ સહીતના વિસ્તારોમાં અંદાજે દસ હજાર જેટલા ઈન્ડસ્ટ્રીયલ એકમો કાર્યરત હોવાનું જાણવા મળે છે.મ્યુનિ.સૂત્રોના કહેવા પ્રમાણે, આ એકમોના પ્લાન, ફેકટરી લાયસન્સ થી લઈ બિલ્ડીંગ યુઝ પરમીશન મેળવવાની કાર્યવાહી જી.આઈ.ડી.સી.દ્વારા કરવામાં આવે છે.સરકાર તરફથી કરવામાં આવેલા પરિપત્ર બાદ જે એકમોના નજીકના સમયમાં ઓડિટ કે ઈન્સપેકશન થવાના છે એ અવઢવમાં છે.આ પ્રકારના એકમોને ફાયર વિભાગ એન.ઓ.સી.નહીં આપે તો કોણ આપશે? ઉપરાંત ઈમ્પોર્ટ -એકસપોર્ટની કાર્યવાહી સમયે પણ ફાયર એન.ઓ.સી.સર્ટિફિકેટ માંગવામાં આવતુ હોય છે.આ પરિપત્રથી ફાયર વિભાગની એન.ઓ.સી.ને લગતી કામગીરીનો બોજ હળવો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular