Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઆવતીકાલથી ધો.12નું ઓફલાઈન શિક્ષણ શરુ, સરકારે છેલ્લી ઘડીએ પરિપત્ર જાહેર કર્યો

આવતીકાલથી ધો.12નું ઓફલાઈન શિક્ષણ શરુ, સરકારે છેલ્લી ઘડીએ પરિપત્ર જાહેર કર્યો

- Advertisement -

આવતીકાલથી રાજ્યમાં ધો.12ના વર્ગો શરુ થવા જઈ રહ્યા છે. ઓફલાઈન શિક્ષણને લઇને રાજ્ય સરકાર દ્રારા છેલ્લી ઘડી સુધી ગાઈડલાઈન જાહેર કરવામાં અવી ન હોવાથી શાળા સંચાલકો તેમજ વાલીઓ મુંજવણમાં હતા ત્યારે હવે ઓફલાઈન શિક્ષણને લઇને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

આવતીકાલથી રાજ્યમાં ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. જે પરિપત્ર અનુસાર ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે. અને જે વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણમાં જોડાવા ન માંગતા હોય તેઓ અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે.

50%ની સંખ્યામાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. વર્ગખંડોમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પક્ષ મેળવવાનું રહેશે.  વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ સહીત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. શાળાએ ન આવે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે તેમજ ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક આપવું પડશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular