Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સાયકલીંગ ક્લબના 18 સભ્યો આજે સુરક્ષિત પહોચ્યાં જીસ્પા : જુઓ તેમની...

જામનગર સાયકલીંગ ક્લબના 18 સભ્યો આજે સુરક્ષિત પહોચ્યાં જીસ્પા : જુઓ તેમની આ રાઈડ ના દ્રશ્યો

- Advertisement -

જામનગર સાયકલીંગ કલબ દ્વારા મનાલીથી ખારડુંગલાના કુલ 540 કિ.મી. સાયકલ સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ સવારો જામનગરથી 8જુલાઈના રોજ મનાલી જવા માટે નીકળ્યા હતા. અને આજે સાંજે 4.30 કલાકે જીસ્પા પહોચ્યા છે. સાયકલસવારો દુર્ગમ ઉચાઇના માર્ગો સર કરી સાયકલ સવારી કરશે.

- Advertisement -

જામનગર સાયકલીંગ ક્લબના ડૉ.પ્રશાંત તન્ના સાથે ખબર ગુજરાતે આજે વાતચીત કરી હતી તે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે સાયકલીંગ ક્લબના તમામ 18 સભ્યો સુરક્ષિત છે. અને આજે જીસ્પમાં તેઓનો સ્ટે છે. તેઓ સવારે 7 વાગ્યાથી સાયકલીંગ શરુ કરે છે. અને રોજેના 40 થી 50 કિમીનું અંતર કાપે છે, રસ્તામાં વચ્ચે સતત વરસાદ આવી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. અને ભયજનક રસ્તો સાયકલ સવારોએ ઓળંગી લીધો હોવાથી હવે વધુ અડચણ નહી આવે.

ત્યારે જામનગર સાયક્લિગં કલબના 18 સભ્યો મનાલીથી ખારડુંગલાના 540 કિ.મી.ના સાયકલસવારી ઉપર જઇ રહ્યાં છે. મનાલી 6725 ફૂટની ઉંચાઇ ઉપર આવેલુ છે. ત્યાંથી લેહખારહ ડુંગરા 17982 ફૂટની ઉંચાઇ સુધી સાયકલસવારી કરવામાં આવશે. આ દરમિયાન આ સાયકલસવારો રસ્તામાં પાંચ પર્વતો ઉપરથી પસાર થઇ આગળ વધશે. જેમાં રોહતાંગ-બાળાલાચા, લાંચુગલા, તાંગલાંગ સહિતના પર્વતોમાંથી પસાર થઇ આ સાયકલસવારો 17982 ફૂટની ઉંચાઇએ એટલે કે, વિશ્ર્વની સૌથી મોટી મોટોરેબલ રોડના ખારડુંગલા ખાતે પહોંચેલ. આ યાત્રા દરમિયાન સાયકલસવારો ચંદ્રભાગ તથા ઇન્ડુસ નદી કિનારે સાયકલસવારી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular