કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્રારા વિવિધ પરીક્ષાઓ યોજવા માટે છુટ આપવામાં આવી છે. જયારે આજે રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા વિવિધ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 22 જુલાઈથી 29 જુલાઈ સુધીમાં વધુ 30 પરીક્ષા યોજવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા પ્રથમ તબ્બકાની પરીક્ષાની તારીખો 8 જુલાઈથી શરૂ કરવામાં આવી હતી, જે હાલમાં ચાલુ છે અને પુરી થયા બાદ અન્ય પરીક્ષાની પણ તારીખો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ કોવીડ ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે યોજવામાં આવશે. આગામી 22થી 29 જુલાઈ સુધી BA, B.com, B.Ed, LLB , MSc, MEd, MCA સહિત 30જટેલી પરીક્ષાઓ યોજવામાં આવશે.


