Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઆ વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો ગયો ઉગમણી દિશામાં જુઓ કેવું રહેશે વર્ષ.....

આ વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો ગયો ઉગમણી દિશામાં જુઓ કેવું રહેશે વર્ષ…..

આધુનિક ટેક્નોલોજીના યુગમાં દેશી પદ્ધતિથી વરસાદનો વરતારો જોવાની પરંપરા જાળવી રાખતું અનોખું ગામ આમરા

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામમાં વરસાદની આગાહી કરવાની અનોખી પરંપરા મુજબ આ વખતે પણ વર્ષો જુની રીત રિવાજ મુજબ આગાહી કરવામાં આવી હતી. ભમરીયા કૂવામાં ગ્રામજનો દ્વારા રોટલા નાખી દિશા મુજબ આગાહી નક્કી કરવામાં આવે છે. જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ સારો રહેવાનુ અનુમાન ગ્રામજનો દ્વારા વરસાદના વરતારા દરમિયાન કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ વર્ષે ભમમરીયા કૂવામાં પધરાવવામાં આવેલ રોટલો ઉગમણી દિશા માં ગ્યો છે…જેના કારણે વર્ષ દરિમયાન સારો વરસાદ થશે અને વર્ષ સારું જશે તેવુ ગ્રામ જનો કહી રહ્યા છે….

જામનગર: જિલ્લમાં આવેલા ‘આમરા’ ગામે છેલ્લા ધણા વર્ષથી ચાલી આવતી રોટલો પધરાવવાની પરંપરા આજે પણ ચાલુ છે.એક બાજુ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ આમરા ગામમાં લોકો દર વર્ષે ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવે છે.

- Advertisement -

ત્યારે ગામના ઓધવજીભાઈ પ્રજાપતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આમરા ગામના લોકો આજે પણ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છે.આજનો યુવાન હાથમાં આધુનિક મોબાઈલ લઈ આ પરંપરામાં જોડતો જોવા મળી રહ્યો છે.આ વર્ષે ભમરીયા કૂવામાં નાખેલા રોટલા પરથી આમરા ગામના લોકોએ અનુમાન લગાવ્યું છે કે, વરસાદ સારો થશે અને એ પણ થોડા

જોકે બાદમાં આમરા ગામમાં કોઈ પરિવારને ત્યાં સંતાન સુખ ન હતું આખરે ગામલોકોએ બ્રાહ્મણો પાસે કારણ જાણ્યું હતું.ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું કે વર્ષો પહેલા એક મહિલાનું કુવામાં પડવાથી મોત થયું હતું અને આ મહિલાના મોત બાદ દર વર્ષે કુવામાં રોટલો પધરાવવામાં આવશે તો વરસાદની પણ આગાહી થશે. બસ ત્યારથી આ પરંપરા ચાલુ છે. એકબાજુ આધુનિક ટેકનોલોજીથી વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જૂની પરંપરા હજુ પણ હયાત જોવા મળી રહી છે.

- Advertisement -

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનુ આગમન આ વર્ષે વહેલુ થયું છે. પરંતુ જામનગર તરફ મેઘાએ હજુ બરાબર મંડરાયો નથી. ત્યારે આમરા ગામનાં લોકો વરસાદ ક્યારે આવશે ? અને કેટલા પ્રમાણમાં આવશે તેનો વરતારો જાણવા ઉત્સુક હોય છે. જો કે તે માટે તેઓ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વરતારા પર નહીં પરંતુ પોતાના ગામનાં વડવાઓએ તેમને વર્ષો પહેલા આપેલી દેશી પદ્ધતિ પર જ વિશ્વાસ કરી રહ્યાં છે અને આ પદ્ધતિ છે ભમરીયા કુવામા રોટલા પધરાવી વરસાદનો વરતારો જાણવાની, ખુબ જ રોમાંચક અને લોકોને જાણવા જેવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular