જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતો તરૂણ ખેતરમાં આવેલા પાણીના હોજમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા જુમાબેન રસુલભાઇ લાખા નામના મહિલાનો પુત્ર અલ્તાફ લાખા (ઉ.વ.16) નામનો તરૂણ રવિવારે બપોરના સમયે વિનોદભાઈ કનેરિયાની વાડીમાં પાણીના હોજમાં કોઇ કારણસર ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ તરૂણની માતા જુમાબેન દ્વારા કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.