Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

મોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

- Advertisement -

કાળઝાળ મોંઘવારીના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી જામનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે મોંઘવારી મુદ્દે શહેર ભાજપ કાર્યાલય સામે જ મોરચો માંડયો હતો. કોંગી આગેવાનોએ કાર્યાલય બહાર ધરણાં ઉપર બેસી મોંઘવારીના વિરોધમાં બેનરો, પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તે પહેલાં શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ફરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

- Advertisement -

છ દિવથસી વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસ ભાજપ કાર્યાલય બહાર બેસીને રામધુન પણ બોલાવી હતી. દરમ્યાન ગઇકાલે રવિવારે આંદોલન દરમ્યાન પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. આ વિરોધ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા, પ્રદેશ અગ્રણી યુસુફ ખફી, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના કોર્પોરેટરો અને આગેવાનો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular