ભારતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાંથી વરસાદે સર્જેલ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. હિમાચલપ્રદેશના ધર્મશાળામાં અને જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટતા જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે. અને ગાડીઓ પણ પાણીમાં તણાઈ છે. જે વિડીઓ વાયરલ થઇ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ભારે તહાબી મચી છે. વાદળ ફાટવાના કારણે અહીં પુર આવ્યું છે. જેના કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.
જયારે હિમાચલપ્રદેશના ધર્મશાળાના પર્યટન ક્ષેત્રમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી. સર્વર્ત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ભારે વરસાદના કારણે અહીં ઘણું નુકશાન સર્જાર્યું છે. અહીં નદીઓની આજુબાજુના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.