Thursday, December 26, 2024
Homeરાજ્યદ્વારકાના જગત મંદીરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો

દ્વારકાના જગત મંદીરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સ્થિત દ્વારકાધીશના જગત મંદીર ખાતે અષાઢ સુદ બીજ- અષાઢી બીજનો રથયાત્રા ઉત્સવ ગઈકાલે રવિવારે દ્વારકાધીશ મંદીરના પુજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો.    આ અંગે દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુસર આ રથયાત્રા ઉત્સવ દરમ્યાન બપોરે બે થી ચાર વાગ્યા સુધી દ્વારકાધીશ મંદીરમાં જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ રથયાત્રા ઉત્સવ બાદ સાંજે મંદીર નિત્ય ક્રમ મુજબ જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular