બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સન 11મી જુલાઈએ અંતરિક્ષમાં પહોંચીને ઈતિહાસ સર્જશે. એમેઝોનના જેફ બેઝોસ 20મી જુલાઈએ અંતરિક્ષમાં જવાના હતા, પરંતુ રિચાર્ડ બ્રાન્સને તે પહેલાં જ છ સભ્યોની ટીમ સાથે અંતરિક્ષમાં જવાનું મિશન લોંચ કરીને દુનિયાના આશ્વર્યમાં નાખી દીધી હતી.
વર્જિન ગેલેક્ટિક નામની સ્પેસ ફ્લાઈટ કંપનીના સ્થાપક રિચાર્ડ બ્રાન્સન છ સભ્યોની ટીમ સાથે અંતરિક્ષમાં પહોંચશે. વીએસએસ યુનિટીમાં સવાર થઈને રિચાર્ડ બ્રાન્સન અંતરિક્ષમાં પહોંચવાનો વિક્રમ બનાવશે. રિચાર્ડ બ્રાન્સનની ટીમમાં ભારતીય મૂળની સિરિષા બાંડલા પણ અવકાશમાં પહોંચશે.
કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી ભારતીય મૂળની 34 વર્ષની સિરિષા અંતરિક્ષમાં જઈને રેકોર્ડ સર્જશે. સિરિષાનો જન્મ આંધ્રપ્રદેશના ગુન્ટુર જિલ્લામાં થયો હતો. તે અમેરિકાના હ્મુસ્ટનમાં મોટી થઈ હતી અને અમેરિકામાં જ તેણે સ્ટડી પણ પૂરું કર્યું હતું. વર્જિન ગેલેક્ટિકના સ્પેસશીપથી તે અંતરિક્ષમાં જશે. અંતરિક્ષની ફ્લાઈટમાં સિરિષાની ભૂમિકા રિસર્ચરની હશે.
અંતરિક્ષમાં પહોંચવાનું વર્જિન ગેલેક્ટિકાનું મિશન સફળ થશે તે સાથે જ એક નવો ઈતિહાસ બનશે. રિચાર્ડ બ્રાન્સન અંતરિક્ષમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બનશે. રિચાર્ડે તેના મિશનની જાહેરાત ૧લી જુલાઈએ કરી હતી અને 11મી જુલાઈનો દિવસ નક્કી કર્યો હતો. તે પહેલાં એમેઝોનના જેફ બેઝોસે 20મી જુલાઈ અંતરિક્ષમાં જવા માટે નક્કી કરી હતી. આ બંને ઉપરાંત ઈલોન મસ્ક પણ અંતરિક્ષમાં જવાની તૈયારી કરી રહ્યા છે. વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ વચ્ચે અંતરિક્ષમાં જવાની અને પ્રાઈવેટ સ્પેસ ટૂરિઝમને નવી દિશા આપવાની હોડ જામી છે.
જેફ બેઝોસ પહેલા ભારતીય સિરિષા અંતરીક્ષમાં જશે…!
બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સન અને સિરિષા સહિત છ સભ્યો આજે અંતરિક્ષમાં પહોંચશે : એમેઝોનના જેફ બેઝોસ 20 જુલાઇએ અંતરિક્ષમાં જશે