Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલના કર્મચારીનો કાઠલો પકડી ધમકી

પીજીવીસીએલના કર્મચારીનો કાઠલો પકડી ધમકી

- Advertisement -

ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં પીજીવીસીએલના કર્મચારીને સ્થાનિક બે શખ્સોએ અવાર-નવાર લાઈટો બંધ થવાના મુદ્ે કાઠલો પકડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં વિશાલ રાઠોડ નામનો પીજીવીસીએલનો કર્મચારી તેની ફરજ પર ગયો હતો અને તે દરમિયાન ખેંગારકા ગામની લાઈટો અવાર નવાર બંધ થવાના મામલે હરપાલસિંહ ઉર્ફે હપો જાડેજા અને એક અજાણ્યા સહિતના બે શખ્સોએ વિશાલને આંતરીને કાઠલો પકડી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની જાણના આધારે હેકો આર.એમ. ઝાલા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular