Tuesday, December 16, 2025
Homeરાજ્યમીઠાપુર પંથકના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

મીઠાપુર પંથકના રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી

મીઠાપુર આશરે પંદર કિલોમીટર દૂર નાગેશ્વર ખાતે મંદિરની પાછળના ભાગે રહેતા વેપારી યુવાન રાણાભા કારૂભા માણેક (ઉ.વ. 26)ના રહેણાંક મકાનમાં ગત તા. 7મીના રોજ અજાણ્યા તસ્કરોએ ખાતર પાડયું હતું. આ મકાનના ફળીયા મારફતે તસ્કરોએ રુમમાં પ્રવેશ કર્યોં હતો અને અહીં રાખવામાં આવેલા એક કબાટને વેરવિખેર કરી, તેમાં રાખવામાં આવેલા રૂા. 65 હજારની રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાની ધોરણસર ફરિયાદ રાણાભા માણેકએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 447 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular