Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરખબર ગુજરાત ઇમ્પેકટ: આખરે જામનગરનું તંત્ર જાગ્યુ, રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથધરાઇ

ખબર ગુજરાત ઇમ્પેકટ: આખરે જામનગરનું તંત્ર જાગ્યુ, રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથધરાઇ

‘ખબર ગુજરાત’ દ્વારા આ અંગે તાજેતરમાં જ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતા

- Advertisement -

જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વર્ષો જૂની સમસ્યા રહી છે. જામનગરના લગભગ કોઇ વિસ્તાર એવો નહીં હોય કે જયાં રખડતાં ઢોરની સમસ્યા જોવા ન મળે. રખડતાં ઢોરને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂકયાં છે. ત્યારે આખરે લાબાં સમય બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને જામનગર શહેરમાં રખડતાં ઢોર મામલે કડક વલણ દાખવતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઢોર પકડવાના કિસ્સામાં ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ‘ખબર ગુજરાત’ દ્વારા રખડતાં ઢોરની સમસ્યાના અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતાં. જામનગરમાં શહેરીજનો રખડતાં ઢોરની સમસ્યાનાનો સામનો કરી રહ્યા છે અને અનેક લોકો તેના કારણે અકસ્માતમાં મોતને પણ ભેટયા છે. ‘ખબર ગુજરાત’ દ્વારા રખડતાં ઢોરની સમસ્યા અંગે તંત્રને ઢંઢોરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે જામનગરનું તંત્ર જાગતાં ‘ખબર ગુજરાત’ના અહેવાલોનો પડઘો પડયો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતાં ભટકતાં ઢોરનો ત્રાસ દૂર કરવા સધન ઝૂંબેશ હાથધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાંથી છેલ્લાં એક અઠવાડિયામાં 100 જેટલાં ઢોરને પકડવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જામનગરના રખડતાં ઢોરની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. શહેરના રાજમાર્ગો ઉપર રખડતાં ઢોર અડિંગો જમાડી બેઠાં હોય છે અને અવાર-નવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આખરે આ સમસ્યા અંગે જાગૃત થયું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે કાયમી ધોરણે ચાલુ રહે તે પણ આવશ્યક છે. જેથી રખડતાં ઢોરની સમસ્યામાંથી જામનગરના નાગરિકોને મુકતી મળે. મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની સાથે ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદાકીય પગલાં લેવાની પણ ચિમકી ઉચ્ચારાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular