Jamnagar Cycling Club – જામનગર સાયક્લિગં કલબ દ્વારા મનાલીથી ખારડુંગલાના કુલ 540 કિ.મી. સાયક્લિગંસવારીનું આયોજન કર્યું છે. આ સાયકલસવારો દુર્ગમ ઉચાઇના માર્ગો સર કરી સાયકલસવારી કરશે.
જામનગર સાયક્લિગં કલબના 18 સભ્યો મનાલીથી ખારડુંગલાના 540 કિ.મી.ના સાયકલસવારી ઉપર જઇ રહ્યાં છે. મનાલી 6725 ફૂટની ઉંચાઇ ઉપર આવેલુ છે. ત્યાંથી લેહખારહ ડુંગરા 17982 ફૂટની ઉંચાઇ સુધી સાયકલસવારી કરવામાં આવશે. આ દરમિયાન આ સાયકલસવારો રસ્તામાં પાંચ પર્વતો ઉપરથી પસાર થઇ આગળ વધશે. જેમાં રોહતાંગ-બાળાલાચા, લાંચુગલા, તાંગલાંગ સહિતના પર્વતોમાંથી પસાર થઇ આ સાયકલસવારો 17982 ફૂટની ઉંચાઇએ એટલે કે, વિશ્ર્વની સૌથી મોટી મોટોરેબલ રોડના ખારડુંગલા ખાતે પહોંચેલ. આ યાત્રા દરમિયાન સાયકલસવારો ચંદ્રભાગ તથા ઇન્ડુસ નદી કિનારે સાયકલસવારી કરશે. તેમની આ સાયકલસવારીના માર્ગમાં અંદાજે 50 ટકા વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક તથા ઇલેકટ્રીસીટી પણ નહીં મળે. તો બીજીતરફ આ યાત્રા દરમિયાન કેટલાંક વિસ્તારોમાં શૂન્યથી પણ ઓછું તાપમાનનો સામનો કરવો પડશે.
જામનગર સાયક્લિગં કલબ (Jamnagar Cycling Club)ના આ સાયકલસવારોની આ યાત્રા પૂર્વે ‘ખબર ગુજરાત’ના સહતંત્રી મિહિરભાઇ કાનાણી તેમજ પરાગભાઇ વોરા દ્વારા આ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.