ભાજપ પ્રદેશની ગાઇડલાઈન મુજબ દ્વારકા શહેર ભાજપની વર્ચ્યોલ કારોબારી યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની, દ્વારકા શહેર અને ઓખા નગરપાલીકાની કારોબારીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
દ્વારકા શહેર ભાજપ મંડળની કારોબારી શરૂ કરવામાં આવે તે પહેલાં ગુજરાત રાજ્ય અને દેશમાં કોરોના મહામારીને કારણે સ્વર્ગ લોક પામ્યા હોય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કંઝરિયાનાં આત્માને શાંતિ આપે તેવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાથના કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
દ્વારકા નગર ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ બુજળ દ્વારા દ્વારકા અને જામનગર જિલ્લાના ભાજપના આગેવાનોને આજની કારોબારી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કારોબારીમાં મુખ્ય મહેમાન તરીકે ઓખા નગરપાલીકા ચૂંટણી ઇન્ચાર્જ સહદેવ સિંહ પબુભા માણેક, ભાજપ મહામંત્રી દેવભૂમિ દ્વારકા યુવરાજસિંહ વાઢેર, શૈલેષભાઈ કંઝારીયા, મહામંત્રી દેવભૂમિ દ્વારકા ,પાલભાઇ કરમુર,પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ મેરામણ ભાઈ ભાટું, મહામંત્રી જામનગર, મસરિભાઈ નાંદનીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પરબતભાઇ ભાદરકા, દેવભૂમિ દ્વારકા જિલ્લા મંત્રી ભાજપ,કિરીટભાઈ ખેતિયા, કાર્યલય મંત્રી દેવભૂમિ દ્વારકા, જ્યોતીબેન સમાણી, પ્રમુખ દ્વારકા નગર પાલિકા, પ્રકાશભાઇ વાઘેલા, ઉપ પ્રમુખ, દ્વારકા નગર પાલિકા દ્વારકાના હિરબાઈ બેન હોલમાં ઉપસ્થિત રહ્યા હતા.
કારોબારીની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહાનુભાવોનું સ્વાગત દ્વારકા શહેર ભાજપ નાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ.
કારોબારીમાં દ્વારકા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ જીતુભા માણેક દ્વારા રાજકીય પ્રસ્તાવ અને કોરોના મહામારી સામે દેશ અને ગુજરાત સરકારે હિંમત પૂર્વક સામનો કરી વિશ્વમાં ભારત સરકારે ખુબજ ઓછા નુકશાન અને ઝડપથી કોરોના કેસ ઘટયા તેનો સુંદર દાખલો બેસાડયો છે તેમજ કારોબારીમાં અનેક મહત્વના મુદ્દાઓ ની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગામી વિધાન સભાની ચૂંટણી પહેલા પેજ પ્રમુખ નું મહત્વનું માર્ગદર્શન,ડિજિટલ મતદાર યાદી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કારોબારીમાં ખાસ કરીને દ્વારકા શહેરની મહિલાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તે અંગે ઓખા નગરપાલીકા ચૂંટણી ઇન્ચાર્જ અને પબુભા માણેકનાં પુત્ર સંદિપભા માણેક દ્વારા મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતાં.
દ્વારકા શહેર કારોબારી દરમિયાન દ્વારકા શહેર મીડિયા સેલનાં હોદેદારો રજનીકાંત જોષી (રાજુભાઈ જોષી) ધરમભાઇ અગ્રાવત અને ઓમ ઠોભાણીને સંદિપભા માણેક દ્વારા ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
કારોબારીનાં અંતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ આગેવાન ગીરધરભાઇ જોષી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ બુજડ દ્વારા તમામ આગેવાનો અને જિલ્લા ભાજપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.