જામનગર બાર એસોસિએશન દ્વારા આજરોજ કોરોના પ્રતિરોધક રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રસિકરણ પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસો કરાઇ રહ્યાં છે. ત્યારે વકીલો પણ કોરોના રસીનો ડોઝ મેળવી શકે તે માટે જામનગર વકીલ મંડળ દ્વારા આજે કોર્ટ પરિસર ખાતે રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રસિકરણ કેમ્પમાં વકીલો, કોર્ટ કર્મચારીઓ તથા સામાન્ય નાગરિકોએ રસી મેળવી હતી. આ તકે જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી આ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.