શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા કોશિષ ફાઉન્ડેશન જામનગરમાં આધુનિક અને અનન્ય પ્રોજેકટ હાથ ધરેલ છે જેમાં આજના યુગની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી ઓનલાઇન અંગ્રેજી શિક્ષણના નિ:શુલ્ક વર્ગો શરૂ કર્યા છે. જેનો પ્રારંભ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રાર્થના ખંડમાં બાળાઓ અને મહેમાનોની ઉપસ્થિતિમાં તા. 15મી જૂનના રોજ કરવામાં આવ્યો હતો. આ તકે મુખ્ય અતિથિ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ કિરીટભાઈ મહેતા ચેમ્બર ઓફ કોમર્સના સમાજ સેવક મહેમુદભાઈ વહેવારીયા, સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સહારાબેન મકવાણા, શિક્ષણવિદ ડો સુરભીબેન દવે, નીમેષભાઈ રાજપુત, પ્રોજેકટચેર ફાતિમા જુનેદ, ધ્રોલિયા અલીમખાન રુમાના, કુગડા વિશેષ, ચાંદ્રા યજ્ઞેશ, નિર્મલ તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સમાજ કલ્યાણ વિભાગના સ્વીટીબેન પ્રાથમિક શાળાના આચાર્ય ભાવિશાબેન બરબસિયા, હાઈસ્કૂલના વિજયાબેન રાવલીયા તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહી આ વર્ગો શરૂ કરવામાં પ્રોત્સાહન પૂરું પાડ્યું સાથે સાથે સંસ્થાના પ્રમુખ કરસનભાઈ ડાંગરનો સહકાર મળ્યો સભા સંચાલન પાર્થભાઈ પંડ્યા તથા નિશા ઐયર દ્વારા કરવામાં આવ્યું હતું.