કોરોના મહામારી અન્વયે સમગ્ર વિમાં સંપૂર્ણ લોકડાઉનથી લઇને કડક નિયંત્રણ સરકાર દ્વારા લાદવામાં આવ્યા હતા. જયારે લોકો પોતાના ઘરની બહાર નિકળવા માટે પણ ડરી રહ્યા હતા ત્યારે ડોકટરો, સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ સતત હાજર રહી અવિરત સેવાઓ બજાવેલ હતી અને હાલે પણ અવિરત પોતાની ફરજો બજાવી રહ્યા છે. જામનગર શહેરમાં પણ વોર્ડ નં. 3 માં આવેલ મહાનગરપાલિકાનું આરોગ્ય કેન્દ્ર તેમજ વોર્ડને લગત નવાગામ ઘેડ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જેમણે કોરોના કાળ દરમ્યાન પણ પોતાની ફરજો બજાવી છે અને હાલે પણ વેકસીનેશન તેમજ અન્ય કામગીરી કરી રહ્યા છે. આવા દરેક કોરોના વોરીયર્સનું વોર્ડના આગેવાનો દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.
જયારે કોઇપણ પરિવારના સભ્યનું કોરોનાથી મૃત્યુ થાય ત્યારે ઘરના સભ્યો પણ પોતાના કુટુંબીજનની ડેડ બોડી સ્વીકારી અંતિમ કિયા કરવા માટે ભય/ડર અનુભવતા હતા ત્યારે જામનગર શહેરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આવી ડેડ બોડીઓની અંતિમ કિયા માટે કપરી કામગીરી પોતાના અને પોતાના પરિવારના સભ્યોની ચિંતા કર્યા વગર-ડર્યા વગર મોક્ષ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ વિકમસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા અવિરત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તેના માટે સંસ્થાના પ્રમુખ તેમજ સમગ્ર ટીમનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર સુભાષભાઇ જોષી, પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, વોર્ડ પ્રભારી નીતીનભાઇ સોલાણી, વોર્ડ પ્રમુખ નરેનભાઇ ગઢવી, વોર્ડ મહામંત્રી નગીનભાઇ ખીરરસીયા, ભૌમીકભાઇ છાપીયા, યુવા ભાજપ પ્રમુખ દર્શનભાઇ ત્રિવેદી, વોર્ડમાં રહેતા સ્થાનિક આગેવાનો ભાવેશભાઇ કાનાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જયભાઇ કડીવાર, રાજુભાઇ ફળદુ, આદિત્યભાઇ ત્રિવેદી, વોર્ડ મહિલા મોરચાના પ્રમુખ હંસાબેન ભંડેરી તથા વિકાસ ગૃહના પાર્થભાઇ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.