જામનગર શહેરમાં દરબારગઢ નજીક આવેલ શાકમાર્કેટમાં તંત્ર દ્વારા વેપારીઓને માસ્ક મુદ્દે અવારનવાર દંડ ફટકારવામાં આવતો હોય વેપારીઓમાં તંત્ર સામે રોષની લાગણી છવાઇ છે. કોરોના મહામારીમાં સરકારી ગાઇડલાઇન અનુસાર માસ્ક પહેરવું ફરજિયાત હોય માસ્ક ન પહેરતા લોકોને દંડ ફટકારવામાં આવે છે.
પરંતુ શાકમાર્કેટમાં પોલીસ તથા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અવારનવાર માત્ર વેપારીઓને દંડ ફટકારવામાં આવતો હોવાનું વેપારીઓ દ્વારા જણાવી રોષ પ્રગટ કર્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, પાણી પીવા માસ્ક ઉતારે તો પણ તંત્ર દ્વારા તુરંત જ દંડ ફટકારી દેવાય છે.