અરવલ્લી જીલ્લાની 18 વર્ષની ત્વિષા પટેલ નામની દીકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન -2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને તેણી પદ્મ શ્રી એવોર્ડ માટે નોમીનેટ થઇ છે.
અરવલ્લી જીલ્લાના મોડાસામાં ધો.12માં અભ્યાસ કરતી ત્વિષા પટેલ નાનપણથી જ વિજ્ઞાન વિષયમાં રૂચી ધરાવે છે. 6મહિના અગાઉ જ ત્વિષાએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રની પરીક્ષામાં ભારતભરમાં પ્રથમ ક્રમ સાથે ચંદ્રયાન મિશન-2માં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ત્વિષા ઈસરો દ્રારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનીયર સાયન્ટીસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે પસંદગી પામી હતી. અને હવે ભરત સરકાર દ્રારા આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડ માટે સાયન્સ એન્ડ રીસર્ચ ક્ષેત્રે ગુજરાત તરફથી ત્વિષાનું નોમીનેશન થયું છે. ગુજરાતમાંથી માત્ર ત્વિષા પટેલને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરાતાં ત્વિષા પટેલે અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.