જામનગર શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ંઅને અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર પાંચ શખ્સોએ ઈંટ અને પથ્થર વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમાલખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં આવેલા એલઆઇજી આવાસની પાછળના વિસ્તારમાં રહેતા બિક્રમ બલબહાદુર બીક નામના અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઉપર બુધવારે બપોરના સમયે ધરારનગરમાં રહેતા તોહિરાબેન સલીમ શેખ, સલીમ શેખ, ફરીદ સલીમ શેખ, અબ્દુલ ગુલમામદ અને ફારુક નામના પાંચ શખ્સોએ ઈંટ અને વાંસના બામ્બુ વડે હુમલો કર્યો હતો તેમજ ઘરની બહાર નિકળીશ તો પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ બે શખ્સોએ અપશબ્દો બોલી ધમકાવ્યો હતો. મહિલા સહિત પાંચ શખ્સો દ્વારા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી યુવાનને માથામાં અને વાંસાના ભાગે ઈજા પહોંચાડી ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાન દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઈ એસ.વી.સામાણી તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં યુવાન ઉપર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
ઈંટ અને વાંસના બામ્બુ વડે માર માર્યો : પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી : પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી