જામનગર તાલુકાના જાંબુડા ગામે જેજીવાય સ્પેશ્યલ ફિડર નાખવા અને ખિમલીયા ગામે અલગ ફિડરથી વિજ પુરવઠો પુરો પાડવા ઉર્જામંત્રીને જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જામનગર તાલુકાના જાંબુડા ગામની વસ્તી આશરે 5000 જેટલી છે. આ ગામમાં જેજીવાય ફિડરમાં કાયમ માટે વિજકાપની સમસ્યા રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે અલગ સ્પેશ્યલ ફિડરની જરુરીયાત છે. જે માટે નાની બાણુંગાર ગામે આશરે 66 કેવી સબ સ્ટેશનમાંથી જાંબુડા ગામને જેજીવાય સ્પે. ફિડરથી જોડવા રજૂઆત કી છે.
જામનગર તાલુકાના ખિમલીયા ગામની વસ્તી આશરે 4000 જેટલી છે અને ગામમાં આશરે 300 જેટલા લઘુ ઉદ્યોગો આવેલ છે. ખિમલીયા ગામે વિજ પુરવઠા બાબતે મુશ્કેલી રહે છે, દિવસમાં એક-બે વખત પાવર સપ્લાય બંધ થાય છે. આ માટે ખિમલીયા ગામની બાજુમાં આવેલ મોરકંડા એસએસમાંથી નવી લાઇન લીંક કરી ગામને અલગ ફિડરથી સપ્લાય આપવા માટે રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને રજૂઆત કરી છે.